Home> World
Advertisement
Prev
Next

પાકિસ્તાન: આતંકી હાફિઝ સઈદ ટેરર ફંડિંગ કેસમાં દોષિત જાહેર, 11 વર્ષ જેલની સજા

લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે (ATC) પાકિસ્તાનના કુખ્યાત આતંકી હાફિઝ સઈદને 11 વર્ષની જેલની સજા થઈ છે. બે કેસમાં સાડા પાંચ- સાડા પાંચ વર્ષની સજા સંભળાવી છે. દરેક કેસમાં સાડા પાંચ એમ કુલ બે કેસની 11 વર્ષની જેલની સજા થઈ છે. 

પાકિસ્તાન: આતંકી હાફિઝ સઈદ ટેરર ફંડિંગ કેસમાં દોષિત જાહેર, 11 વર્ષ જેલની સજા

ઈસ્લામાબાદ: લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે (ATC) પાકિસ્તાનના કુખ્યાત આતંકી હાફિઝ સઈદને 11 વર્ષની જેલની સજા થઈ છે. બે કેસમાં સાડા પાંચ- સાડા પાંચ વર્ષની સજા સંભળાવી છે. દરેક કેસમાં સાડા પાંચ એમ કુલ બે કેસની 11 વર્ષની જેલની સજા થઈ છે. આ સાથે તેના પર 1.50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આતંકી સંગઠનના ચીફ હાફિઝને ટેરર ફંડિંગના બે કેસમાં દોષિત જાહેર કરવામાં  આવ્યો છે. તેને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સઈદ પ્રતિબંધિત જમાત ઉદ દાવાનો નેતા છે. 

fallbacks

ડોન ન્યૂઝે પોતાના અહેવાલમાં જણાવ્યું કે સઈદ પર ટેરર ફંડિંગ, મની લોન્ડરિંગ, ગેરકાયદેસર જમીન હડપવા સહિત 29 મામલે કેસ ચાલી રહ્યો છે. ગત 6 ફેબ્રુઆરીના રોજ તેના વિરુદ્ધ બે કેસમાં ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. 

જુઓ LIVE TV

જમાત ઉદ દાવા લીડરશીપને ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ સંબંધિત બે ડઝનથી વધુ કેસોનો સામનો કરવો પડી રહ્યો છે. જે પાંચ શહેરોમાં નોંધાયેલા છે. સુરક્ષા ચિંતાના કારણે લાહોર ATC સમક્ષ તમામ કેસો નોંધવામાં આવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More